SB HINDUSTANI (ફૂમતાજી) ટીમની મહિનાની આવક
SB HINDUSTANI TEAM PATAN
સૌપ્રથમ કમાણીની વાત કરતા પહેલા તેમના ઇતિહાસની વાત કરીએ તો, ગુજરાતના પાટણ એક નાનકડા ગામ વામૈયા માંથી તેઓએ આ શરૂઆત કરી છે. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. એસ બી હિન્દુસ્તાની ટીમમાં કામ કરનાર દરેક મિત્રો પાટણના સામાન્ય પરિવાર માં જન્મેલા વ્યક્તિઓ છે. ધીમે ધીમે તેમની મહેનતે તેમને આજે સફળતાની નવી સીડીઓ પ્રાપ્ત કરાવી છે.
શરૂઆતમાં તો તેમની પાસે એક નવો મોબાઈલ લાવવાના પણ પૈસા નહોતા, આજે તેઓ મોંઘી મોંઘી ગાડીઓ, બાઈકો તથા તેમના મોંઘા મોંઘા શોખ પણ પૂરા કરી શકે છે. હાલ તેમની ચારથી પાંચ ચેનલો યૂટ્યૂબ પર ટ્રેડિંગમાં ચાલી રહી છે જેમાં એસબી હિન્દુસ્તાની, એસબી હિન્દુસ્તાની ઓફિસિયલ, એસબી વ્લોગ, એસબી હિન્દુસ્તાની સ્ટુડિયો,ફિટનેસ આમ ઘણી બધી ચેનલો પર તેઓ કામ કરી રહ્યા છે.
Youtube સિવાય હાલ તેઓ અન્ય ધંધા પણ ચાલુ કરી હશે જેમાં તેમણે હરીભા નામની ચા ની ફ્રેન્ચાઇસીઓ વહેચી છે. મફુજીની ઘી બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. તેમણે પાટણમાં ઈમીટેશનની દુકાન પણ ચાલુ કરી છે. હાલમાં તેમણે તેમના ધંધામાંથી કમાયેલા નફા માંથી અંદાજે દસેક વીઘા જેટલી જમીન રાખીને તેના પર વૃદ્ધાશ્રમની શરૂઆત કરવાના પણ સુત્રોથી સમાચાર મળ્યા છે.
Youtube માં જોશો તો તમને મેઇન કેરેક્ટર ફૂમતાજી, વાઘુજી, હરીજી, ખેંગારજી, અભીક, ભુપતજી, જલાજી, મફૂજી, ભરતજી અને બલ્લું. આ પ્રકારે કેરેક્ટરો જોવા મળે છે.
હવે એમના ચેનલના કેરેક્ટર ના નામો અને રીયલ નામો વિશે ચર્ચા કરીએ તો.
ફૂમતાજી - બંકો - વોકા મોઢો
વાઘુજી - ભત્રીજો
હરીજી - હરી અથવા હરિભા
ખેંગારજી - ભાવેશ અથવા ભાવું
અભીક - અભો
ભુપતજી - મોટા માંથાળો
જલાજી - બાસ્કુ
મફૂજી - આગેવાન
ભરતજી - સરપંચ, આગેવાન
બલ્લું - કાળું અથવા વોઢો
આ પ્રકારે ચેનલ પર નામો કેરેક્ટર રૂપે ઉપયોગ કરવામાં આવે છે.
SB હિંદુસ્તાની ટીમનાં કામના વિભાગો
વાર્તા અને સ્ક્રિપ્ટ લખવાનું કામ - વાગુભા અને ઝાલુભા
અભિનય અને પાત્ર નિભાવવું - બધા અભિનેતાઓ (ઉપર આપેલી યાદી પ્રમાણે)
કૅમેરા અને શૂટિંગ - બળવંતસિંહ વામૈયા અને અભિક
એડિટિંગ (કટિંગ, ઇફેક્ટ્સ, પેસિંગ વગેરે) - બળવંતસિંહ, વાગુભા, અભિક,
સંગીત અને સાઉન્ડ ઇફેક્ટ્સ - SB સ્ટુડિયો પાટણ
SB હિંદુસ્તાની ટીમની અંદાજીત માસિક આવક
વિવિધ સોર્સ અનુસાર આ ટીમની માસિક કમાણીનો અંદાજ નીચે મુજબ છે:
SocialBlade મુજબ → દર મહિને લગભગ US$ 155,000.
Speakrj મુજબ → દર મહિને US$ 38,400 થી US$ 863,300 ની વચ્ચે.
VidIQ મુજબ → દર મહિને US$ 91,800 થી US$ 275,400 ની વચ્ચે
(આ આંકડા અમારા નથી આપેલ વેબસાઈટ ના જે તે પ્લેટફોર્મ આંકડા છે. આ આંકડા સચોટ નથી અંદાજિત છે.)
આવક પર અસર કરતા પરિબળો
YouTube ની જાહેરાતી આવક (Ad Revenue) RPM/CPM પર આધારિત હોય છે, જે દેશ, દર્શકોનો પ્રકાર, કન્ટેન્ટનો વિષય અને એડ્સના પ્રકાર પ્રમાણે બદલાય છે.
YouTube પોતે 45% કમિશન લઇ લે છે.
આવકમાંથી વિવિધ ફી, ખર્ચ અને ટેક્સ કાપી લેવાય છે.
(આમાં નાની અથવા મોટી વધઘટ રહેતી હોય છે)