આસમાને પહોંચ્યા આજના ભાવો. આજે બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ગોલ્ડ (999) RTGS નો ભાવ ₹1,18,050 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જેમાં સૌથી ઓછું ભાવ ₹1,16,071 અને સૌથી વધુ ભાવ ₹1,18,309 વચ્ચે રહ્યો છે. આ દર 24 કેરેટ શુદ્ધ સોનાં માટે લાગુ પડે છે. તે ઉપરાંત, ગોલ્ડ દાગીના (22 કેરેટ) માટેનો ભાવ ₹1,08,134 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. તેના ભાવમાં ઓછામાં ઓછું ₹1,06,321 અને વધારેમાં વધારે ₹1,08,371 સુધીનો ફેરફાર જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાં મુખ્યત્વે દાગીના બનાવવા માટે વપરાય છે, એટલે તેના ભાવ પર ગ્રાહકોની ખાસ નજર રહેતી હોય છે. જ્યારે 18 કેરેટ (750 હોલમાર્ક) ગોલ્ડ નો દર ₹89,718 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. તેના ભાવની મર્યાદા ₹88,214 થી લઈને ₹89,915 સુધી રહી છે. 18 કેરેટ ગોલ્ડ સામાન્ય રીતે ફેશન જ્વેલરી અને હળવા દાગીનામાં ઉપયોગમાં લેવાય છે. ચાંદીના ભાવમાં પણ ફેરફાર નોંધાયો છે. હાલના સિલ્વર સ્પોટ રેટ ₹46.08 પ્રતિ ગ્રામ છે, જ્યારે સિલ્વર ફ્યુચર રેટ ₹1,42,140 પ્રતિ કિલો પર પહોંચ્યો છે. આ સાથે ગોલ્ડ સ્પોટ રેટ ₹3,763.40 છે. ચાંદી નો ભાવ : વર્તમાન ...