Revenue Talati મેરીટ યાદી માર્ક સાથે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – મહેસૂલ તલાટી (વર્ગ-૩) મુખ્ય પરીક્ષાની કામચલાઉ યાદી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની “મહેસૂલ તલાટી, વર્ગ-૩” ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા તા. 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાઈ હતી.
પ્રાથમિક પરીક્ષા પછીની પ્રોવિઝનલ આન્સર કી 15 સપ્ટેમ્બર 2025 ના રોજ તથા ફાઇનલ આન્સર કી 26 સપ્ટેમ્બર 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી આધારે ઉમેદવારોના ગુણ તથા મેરીટ મુજબ કેટેગરી વાઇઝ મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે.
કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્ક્સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ કેટેગરી માટે નીચે મુજબના કટ-ઓફ જાહેર કર્યા છે:
| કેટેગરી | કોમન | મહિલા |
|---|---|---|
| General | 122.58 | 109.39 |
| EWS | 112.69 | 101.26 |
| SEBC | 113.95 | 99.23 |
| SC | 112.43 | 100.50 |
| ST | 81.72 | 80.20 |
👉 PH અને Ex-Servicemen માટેના કટ-ઓફ:
-
PH-A : 82.99
-
PH-B : 80.45
-
PH-C : 80.45
-
PH-D&E : 80.45
-
Ex-Servicemen : 80.20
મહત્વની નોંધો
-
રમતગમતના ગુણના દાવા કરનારા ઉમેદવારોને અસલ પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.
-
પ્રમાણપત્ર અમાન્ય સાબિત થાય તો ઉમેદવારનો લાભ રદ કરવામાં આવશે.
-
આ યાદી માત્ર કામચલાઉ છે. ઉમેદવારોના વય, લાયકાત, જાતિ અને અન્ય તમામ માપદંડોનું વેરીફિકેશન બાદ અંતિમ યાદી જાહેર થશે.